Pages

Sunday, 18 December 2011

છાણીયું ખાતર


Morning Walk માં રોડેરોડ ફાટ ફાટ જતો હતો
પ્રભાતફેરી ને મારા એકલાના મનમાં નોસ્ટાલેજતો હતો

ગાય બેચાર જાહેર ખીલ્લે Fresh બાંધેલી જોતો હતો
Obviously અંદરોન્દર થી લળીને પગે લાગતો હતો

લારીમાં કોઈ હરીજન જુવાન ઘાસ હરિયાળું વેચતો હતો
એક તિલક્ધારી ડોસો પસંદગી કરી પૈસે ખરીદતો હતો

વાછરડા ની પછવાડે એક ફાળીયાધારી ગોવાળ ઉભો હતો
બીજો લાકડી ટેકી Milestone પર થી બુમો મારતો હતો

"પહેલે થી મારી ગાવડીઓ કરારે ચરતી'તી એમ કહેતો હતો "
"તું તો લુંટતો Monopoly નાં નશે ઝૂમતો હતો "

"તારા ભાગ નું ક્યા કઈ લઇ લેતો હતો , હા-હરિના ? "
"એજ તો હું સમજાવતો છું , ગજ્વાવાલો Shirt હુયે પહેરતો હતો "

ઘાસવાળો મૂછે હસી દાઢીએ ડાબો હાથ ફેરવતો હતો
બે ને છોડી ત્રીજો સસ્તો જાત મહેનત થી શોધતો હતો

વત્સ !
હું એ મગજ માં ધમ્ધમાઈને વિચાર કરતો હતો
પાપ પુણ્ય પર્યાવરણ નું ગણિત થોડું માંડતો હતો
                            -----gaurang amin

Saturday, 17 December 2011

ભિખારી – કૈલાસ વાજપેયી (અનુ. નલિની માડગાંવકર)



મેલાંઘેલાં કપડાંવાળો તે
રસ્તાના વળાંક પર
મને રોજ દેખાતો,
હું પણ ક્યારેક ક્યારેક
મારી પાસેના સિક્કાઓ
મૂકતો એની
નાનકડી હથેળીઓમાં
એ દર વખત
આભારવશ ભીની આંખોથી
આકાશ તરફ જોતો
એક દિવસ મેં છંછેડાઈને પૂછ્યું
‘અલ્યા, દેનારો તો હું છું-
અને તું ઊંચે જોઈને
કોને, શું કહે છે?’
‘જે મને આપે છે,
એને તું હજી વધુ આપ’
પીળી આંખોવાળાએ જવાબ આપ્યો.
- કૈલાસ વાજપેયી

Friday, 16 December 2011

gazal


ચોતરફ અજવાળું ઊઠી ગયું છે,
કોઈ ઘરમાં કંઈક મૂકી ગયું છે.

મેં ચણાવી એક દીવાલ ભીતર,
કોક આ દીવાલ કૂદી ગયું છે.

તું ઊછળતી એક એવી નદી છે,
મારું જેમાં વ્હાણ ડૂબી ગયું છે.

કેમ તારામાંથી હું બ્હાર આવું,
દોરડું વચ્ચેથી તૂટી ગયું છે !

ત્યાં પતંગિયું જ બેઠું હશે હોં,
એટલે એ પાન ઝૂકી ગયું છે.

ડાળ પર પડઘાય છે એક ટહુકો,
ક્યારનું પંખી તો ઊડી ગયું છે.

- અનિલ ચાવડા

Thursday, 15 December 2011

મારું એક અધૂરું શાંતિ-કાવ્ય -


 
હોમ મિનિસ્ટરના ત્રણેક ફોન
તો આવી ગયા છે
છેલ્લો તો એકદમ ટૂંકો હતો:
કવિતાની પત્તર ખાંડવાનું બંધ કરીને
 આ ગ્રોસરી સ્ટોરપરથી
મને લઈ જાવ એકદમ જલદી!
હું તો કેવો મશગૂલ હતો
એક વિશ્વશાંતિ પરની એક કવિતા લખવામાં
આખું જગત ચાહે છે શાંતિ,
શાંતિ જોઈએ છે નોકરી માટેની લાઈનો પર,
શાંતિ જોઈએ છે ગેસ સ્ટેશનો પર,
શાંતિ જોઈએ છે ફેસબુક પર
પણ શાંતિ પરની આ કવિતા
કેવી રીતે પૂરી કરું ?
જ્યારે ગ્રોસરી સ્ટોરપરથી
યુદ્ધનાં નગારાં
આમ જોર શોરથી વાગી રહ્યાં હોય !
                           -bharat trivedi

Wednesday, 14 December 2011

''મન થાય છે'' .....................ડો. હિતેષ એ. મોઢા




આજે, ફરીથી તારા પર એક નવી કવિતા લખવાનું મન થાય છે
અવનવા શબ્દો લઈ, એક નવી રંગોળી ચિતરવાનું મન થાય છે

બાળક બની જાઉં છુ તારા સાન્નિધ્યમાં તુજ પાલવ તળે પ્રિયે
ફેલાવી દે તુજ ખોળો, માથુ રાખી ઘડીભર ઉંઘવાનું મન થાય છે

કરતી નહિ નટખટ ફરિયાદ કે ના બોલીશ એક પણ શબ્દ આજે!
મોઘમ, મુલાયમ મારકણા એવા મૌનને ઉંચકવાનુ મન થાય છે

મહેંકી ઉઠ્યુ આખુ જંગલ  આખા દ્યાન તણી સુગંધો લઈને
બની જાઉ પવન, ને તારા શ્વાસ શ્વાસમા સરકવાનુ મન થાય છે

ભલે છો રહી વાયકા, ત્યાં જનારા કોઈ'દી વળતા નથી પરત
જાત છુ પ્રેમીની આથી આંખોની ખીણમાં ઉતરવાનુ મન થાય છે

તે સમર્પી દીધુ છે આખે આખુ જીવન મુજમાં પણ તે મંજુર નથી
તુજ હૈયે ઉતરી એકએક ધબકારેધબકારે ધબકવાનુ મન થાય છે

લઈને કાજળની ડબ્બી, તું કરી દે બાળ ટીકો પેલા યુવાં દર્પણને
તારી સામે જોઈ મને આઠે આઠ પ્રહર મલકવાનુ મન થાય છે

તારા ગુલાબી પગની સુંવાળી પીંડીની સંગ માણુ સંગીત સાથે
હોય પાયલ કેરો સહકાર તો મને પણ રણઝણવાનુ મન થાય છે

મારી બેફામ દિવાનગી મોહતાજ નથી મારી હયાતિની હિતેષ
એટલે તો કહી શકુ કાયમ તને તુજમાં ઓળગવાનુ મન થાય છે

ડો. હિતેષ . મોઢા

Tuesday, 13 December 2011

ઝળહળ

પત્રમાં વાદળ લખું
બસ પ્રિયે કાગળ લખું

ઘાસપર ઝાંકળ લખું
મ્હેકતી લ્યો પળ લખું

ઊંટના પગલાં ગણું
રેત પર મૃગજળ લખું

શબ્દમાં ટહુકા ભરી
સપ્તરંગી જળ લખું

આટલું તારા વિશે,
મૌનમાં ઝળહળ લખું.
- નેહા ત્રિપાઠી

Monday, 12 December 2011

એક પીંછી

એક પીંછી રંગમાં બોળી પછી,
દૅશ્યની આવી ચડી ટોળી પછી.

સાવ હળવા ફુલ જેવા થઇ ગયા,
એક ઇચ્છાને મેં ફંગોળી પછી.

ભીંત ભૂલ્યાનો થયો અહેસાસ જ્યાં,
મેં જ મારી જાતને ખોળી પછી.

એક પછી એક કાચળી ઊતરી ગઇ,
લાગણીને એમ ઢંઢોળી પછી.

એજ કરતી હોય છે સજા પછી,
આંખ બનતી હોય છે ભોળી પછી.

Sunday, 11 December 2011

પળ બે પળ

મારી પાસે ઢગલો રેતી, તારી પાસે ખોબો જળ,
ચાલને રમીએ પળ બે પળ.


હું રહેવાસી પત્થરનો, ને તારું સરનામું ઝાકળ,
ચાલને રમીએ
પળ બે પળ.

થોડી ઉઘડે મારી ઇચ્છા. થોડી ઉઘડે તારી પણ.
હું અહીંથી આકાશ મોકલું. તું પીંછાથી લખ સગપણ.
આજ અચાનક દૂર દૂરથી, આવીને ટહૂકે અંજળ.
ચાલને રમીએ પળ બે પળ.



રમતાં પહેલાં ચાલ તને હું, આપી દઉં થોડી સમજણ.
રમતાં રમતાં ભુલી જવાનું, દેશ વેશ સરનામું પણ.
બુંદબુંદમાં ભળી જવાનું. વહી જવાનું ખળ ખળ ખળ.
ચાલને રમીએ પળ બે પળ.
- કૃષ્ણ દવે

Saturday, 10 December 2011

gazal


સીંચવાનાં રસ્મરિવાજોથી તુલસીદલ સડ્યાં
સર્વને મૂકી દીધાં તડકે : ટપોટપ ઊઘડ્યાં
મંગળા બસ્સો, શયન સો, દોઢસોમાં રાજભો
આપને ઠાકોરજી બહુ વાજબી ભાવે પડ્યા
હાથ ચલવે બાવડું કે બાવડું આ હાથને ?
કેટલા સ્હેલા સવાલો : જોશીને ના આવડ્યા
કુંડળી જોવાને ત્યારે કોણ રોકાયું હતું ?
મેષ ને મંગળ ધનુષ ભેગા જ ભાંગીને પડ્યાં
જો કહો તો આંગળી વાઢીને અજવાળું કરું
આસકા લઈ હાથ ધોઈ નાખતાં ના આવડ્યા.
સૌ કોઈ પરસાદના પડિયાઓને જોતા હતા,
એ જ ટાણે, એક પળ માટે જ, દર્શન ઊઘડ્યાં
- ઉદયન ઠક્કર

Friday, 9 December 2011

કોઈ તો કહો



જ્યારે ગ્રહોને રમાડવાનું
મન થયું
ત્યારે મેં એક પ્લેનેટોરિયમ બાંધી લીધું છે !
સ્કાયસ્ક્રેપરની
અગાસી પર
વાસી વસંતોને મ્હોરવા દીધી છે !
ભૂતકાળને મેં તસવીરમાં મઢી લીધો છે
અને એ તસવીરનું પ્રદર્શન કરી
મેં લોપ્યા છે કાળના સીમાડા.
એક સ્વીચ ઑન :
- અને બળબળતા ઉનાળામાં
ઊતરી પડી છે શીતળ અનુકૂળતા.
પાતળા તારમાં પૂર્યા છે શબ્દો
અને એને મુક્ત કરવાની
ચાવી મારા હાથમાં રાખી છે !
દવાની શીશીઓમાં
તંદુરસ્તી ભરી
મેં મૃત્યુ સામે પણ ચાલ ચાલી લીધી છે !
મારા બેચેન આકાશમાં
સૂર્ય-ચંદ્રને મેં સાથે પ્રગટાવ્યા… …
… … પણ
કોઈ તો કહો 
               – હું થીજી રહ્યો છું
કે ભડકે બળી રહ્યો છું ?
- જગદીશ જોષી

Thursday, 8 December 2011

ક્યાં કહું છું


ક્યાં   કહું   છું   કે   ફૂલછાબ   આપો
ફૂલ એક આપો, પણ ગુલાબ આપો.
કાળી   રાતો   ને  જેમ  ચંદ્ર   મળે
બંધ   આંખોને  એવું   ખ્વાબ મળે.
સ્વપ્ન   આંખોએ  કેટલાં  જોયાં ?
ચાલો, આંસુભીનો હિસાબ આપો.
આંખોઆંખોમાં  પ્રશ્ન  પૂછ્યો  છે
હોઠથી  હોઠને   જવાબ    આપો.
મેં તો મનમાં હતું એ પૂછી લીધું
આપોઆપો, હવે જવાબ આપો.
એટલે  તારા  મેં   નથી   તોડ્યા
કાલે  કહેશો  કે  આફતાબ આપો.
એ  પૂછે    છે  જીવન  વિશે હેમંત
એને  કોરી  ખૂલી  કિતાબ  આપો.
----------------hemant punekar

Wednesday, 7 December 2011

"તમે"



તમે નીકળોને ચાંદની વાતો ન નીકળે તે કદી ન બને,
 તમારી ઝૂલૂફોમાં ચાંદનીના દર્શન કરું.

તમે નીકળોને વિજળી ન શરમાય તે કદી ન બને,
 તમારા એક સ્મિત માટે આંશુથી દરીયા ભરું.

તમારી નજરના જાદૂની અસર ન હોય તે કદી ન બને,
 નજરનો દિવાનો હું તમારી ગલીમાં મરું.

તમારા શબ્દોની હું અવગણના કરું તે કદી ન બને,
 તમારી વાતોને તો જુઓ હું વાયદા સમજું.

તમારા પગરવને હું જો ન પહેચાનુ તે કદી ન બને, 
તમારા પગલે પગલે હું મારા પાળિયા કરું.

તમે આવોને હું દીવો ન કરું તે કદી ન બને,
 તમે કહો તો મારું ઘર બાળીને પણ અજવાળું કરું.

તમે હસતા હસતા સજા ન કરો તે કદી ન બને,
 તમને ખુશ જોવા કાજ હર સીતમને હસીને સહું.

તમને હું ન મળુ પણ યાદ ન કરું તે કદી ન બને,
 તમારા નામની હું જુઓ જીવન ભર આહો ભરું.

તમે આવો મારી કબર પર તે કદી ન બને,
 જો આવો તો મને જીવતો કરવા ખૂદાને મજબુર કરું.
                                           -dhadkan

Tuesday, 6 December 2011

વ્હાય ધીસ કોલાવેરિ કોલાવેરિ ડી


એવી તે કેવી તારી દાદાગીરી
તું સપનામાં પણ એના લેટ આવે

જયારે તને ડેટ પર બોલાવે
તું એને કલાકનો વેટ કરાવે

કમિટમેન્ટના બહાને એને ખર્ચા કરાવે
ને એના ફેટ પર વિશ્વાસ કરાવે

ના ઇચ્છા હોય તો મૂવી જોવડાવે
ડિસ્કો થેકના ફ્રેન્ડઝના પૈસા કઢાવે

રોજ ચેટ કરવા એને લલચાવે
પાછું સાલુ એને મેટ માટે તડપાવે

મિત્રો જોડે બેસીને તું એની  મજાક ઉડાવે
લટકા ઝટકા કરીને તું એને ભરમાવે

નચાવીને તારા તાલે બચારો અધમૂવો થઈ જાય
પછી ગાય ને વ્હાય ધીસ કોલાવેરિ કોલાવેરિ ડી
                             -shoonyavat

Monday, 5 December 2011

એક વેળા

એક વેળા આપણે બાઝી પડ્યા'તા યાદ છે ?
ધ્રુસકેને ધ્રુસકે બન્ને રડ્યા'તા યાદ છે ?

કાકડી,તડબૂચ,કોઠમડા અને છલ પોપટા....
કાતરા ખાવા તો ઓ ટોચે ચડ્યા'તા યાદ છે ?

ગામ આખાના ઉકરડા સાંજ લગ ખૂંદયા પછી
એક જાંબુડીને બે આંબા જડ્યા'તા યાદ છે ?

બા ગઇતી બહાર ત્યારે શાક દાઝી ગ્યું હતું
રોટલા પણ આપણે કેવા ઘડ્યાતા યાદ છે ?

એ સી ડી બી થઇ જતાં પકડ્યા તા કેવા અંગુઠા ?
આંકડા મૌખીકમાં કેવા નડ્યા તા યાદ છે ?

આળથી પંપાળથી કે લાડથી ના આવડ્યાં
એ જ ઘડીયાએક ધોલે આવડયા'તા યાદ છે ?

                             -chandresh makwana

Sunday, 4 December 2011

ગઝલ – અશરફ ડબાવાલા



થોડાં થોડાં દૂર તમને રાખવાનો કીમિયો,

હું કરું છું એમ તમને પામવાનો કીમિયો.
પાણી છું હું, પાત્રનો આકાર પણ હું લઈ શકું,
ને વળી ઘરમાં કરું ઘર પામવાનો કીમિયો.
શબ્દવિણ એ જે કહે એમાં સમર્પણ કર બધુ,
તું ન કર સંકેતને આલેખવાનો કીમિયો.
આ તું જે લખ લખ કરે છે એ તો બીજું કંઈ નથી,
છાનાંછપનાં દર્દને વિસ્તારવાનો કીમિયો.
અંતમાં ‘અશરફ’ ! મરણના રૂપમાં કરવો પડે,
શ્વાસના આભાસને ઓળંગવાનો કીમિયો.
- અશરફ ડબાવાલા

Saturday, 3 December 2011

એક રદ્દી ગઝલ (યોગ્ય ભાવ મળે તો વેચવાની છે)



આમ તો અખબાર સાથે કામ લઈ બેઠા
પાળ પર વર્ષો પછી જામ લઈ બેઠા

છે અવિરત દોડ મારા શ્વાસની તો
જામ સાથે આજ થોડી હામ લઈ બેઠા

છે છળ્યાં અમને જગે જાણી ગયા ત્યારથી
આયખાનાં તોય નીચા દામ લઈ બેઠા

યાદ બસ સક્ષમ હતી જે લાવતી'તી સ્મિત
યાદ સાથે તોય અમે તુજ નામ લઈ બેઠા

આખરે ખૂટી ગયા જીવનનાં સૌ પાત્રો,
જે બચી અંતિમ સુહાની શામ લઈ બેઠા

કેટલા ખંડેર ભસ્મીભૂત છે અંદર,
બ્હાર તાજો તખ્ત નો દમામ લઈ બેઠા,

જઉં પડ્યું કાશીએ આંટો મારવા તારે
ને અમે અંદર બત્રીસે ધામ લઈ બેઠા.

શું કહું શહેરનાં વાતાવરણ વિશે.
ભરબપોરે લઈ છલોછલ શામ લઈ બેઠા.

ઈશ્વર થઈ જવાનું ભાગ્યમાં લાયો,
ને અમે રમતાં રમતમાં રામ લઈ બેઠાં.

કાંઈપણ બોલ્યા વિના જોતાં રહ્યા'તાં ,
ને અમે પણ મૌન પાસે કામ લઈ બેઠા.

-
ચિંતન શેલત, સૌરભ પંડ્યા, તાહા મન્સૂરી