ભેદ તો તું જ તારા ખોલે છે
આયનો ક્યાં કશુંય બોલે છે
કોઇ ડાટી ગયું છે ચોમાસું ?
આમ રણમાં તું શું ટટોલે છે
આંખ મિચકારે ભુલથીય પવન
પાંદડા ભુલી ભાન ડોલે છે
આ હયાતીના ખેતરે બેસી
એ રહસ્યોની શીંગ ફોલે છે
જાવ કોઇ તો જઇને સમજાવો
ગુણ ભુલી એ વજન તોલે છે
આયનો ક્યાં કશુંય બોલે છે
કોઇ ડાટી ગયું છે ચોમાસું ?
આમ રણમાં તું શું ટટોલે છે
આંખ મિચકારે ભુલથીય પવન
પાંદડા ભુલી ભાન ડોલે છે
આ હયાતીના ખેતરે બેસી
એ રહસ્યોની શીંગ ફોલે છે
જાવ કોઇ તો જઇને સમજાવો
ગુણ ભુલી એ વજન તોલે છે
No comments:
Post a Comment