આજે, ફરીથી તારા પર એક નવી કવિતા લખવાનું મન થાય છે
અવનવા શબ્દો લઈ, એક નવી રંગોળી ચિતરવાનું મન થાય છે
બાળક બની જાઉં છુ તારા સાન્નિધ્યમાં તુજ પાલવ તળે ઓ પ્રિયે
ફેલાવી દે તુજ ખોળો, માથુ રાખી ઘડીભર ઉંઘવાનું મન થાય છે
કરતી નહિ નટખટ ફરિયાદ કે ના બોલીશ એક પણ શબ્દ આજે!
મોઘમ, મુલાયમ મારકણા એવા મૌનને ઉંચકવાનુ મન થાય છે
મહેંકી ઉઠ્યુ આખુ જંગલ આખા આ ઉદ્યાન તણી સુગંધો લઈને
બની જાઉ પવન, ને તારા શ્વાસ શ્વાસમા સરકવાનુ મન થાય છે
ભલે છો રહી એ વાયકા, ત્યાં જનારા કોઈ'દી વળતા નથી પરત
જાત છુ પ્રેમીની આથી આંખોની ખીણમાં ઉતરવાનુ મન થાય છે
તે સમર્પી દીધુ છે આખે આખુ જીવન મુજમાં પણ તે મંજુર નથી
તુજ હૈયે ઉતરી એકએક ધબકારેધબકારે ધબકવાનુ મન થાય છે
લઈને કાજળની ડબ્બી, તું કરી દે બાળ ટીકો પેલા યુવાં દર્પણને
તારી સામે જોઈ જ મને આઠે આઠ પ્રહર મલકવાનુ મન થાય છે
તારા ગુલાબી પગની સુંવાળી પીંડીની સંગત માણુ સંગીત સાથે
હોય પાયલ કેરો સહકાર તો મને પણ રણઝણવાનુ મન થાય છે
મારી બેફામ દિવાનગી મોહતાજ નથી મારી હયાતિની “હિતેષ”
એટલે તો કહી શકુ કાયમ તને તુજમાં ઓળગવાનુ મન થાય છે
ડો. હિતેષ એ. મોઢા
No comments:
Post a Comment