Pages

Tuesday, 1 November 2011

ભલે જોયા નથી

ભલે જોયા નથી તમને,કલ્પી તો શકું છું,

વિસરાયા ના કદી તમે , યાદ જો કરું છું.



લખાણમાં તમારા તમારું ચિત્ર દેખાય છે,

મળ્યા નથી છતાં ય અનુભવી તો શકું છું.



શહેરના રસ્તાઓ તમારો અણસાર આપે છે,

પસાર થતી વેળા તમને શ્વસી તો શકું છું.



આભાસી મુલાકાતમાં તમારો અહેસાસ છે ,

શબ્દોમાં મારા તમને , વર્ણવી તો શકું છું.



ભલે 'રાજુ' ગમે તેટલો દુર રહે તમારાથી,

તમારી વાતો થકી જીવનમાં વણી તો શકું છું...............રાજુ કોટક (૧.૧૧.૨૦૧૧)

No comments:

Post a Comment