વરસોવરસ લખાશે ગીત – વિમલી
વિમલી તારી યાદ
કમોસમના ઝાપાટાની જેમ
વરસી જાય છે
ક્યારેક
થોડી શીતળતા બાદ
એવો બફારો થવા લાગે
કે
બારી ને બારણાં ખૂલ્લાં મૂકી
પંખા હેઠળ સોફામાં સરવળું વાસી અખબાર જેવો
તારી યાદ આ રહી હૈ
અને મારી જાન જઈ રહી છે
આવતી કાલે સાદરા
અમે પટેલ આમ તો પાદરાના, પણ
ઘોડી ચડીને વહુ લઈ આવીએ
સાદરાથી
સારી જાતવાન કન્યા સાથે
મેળાપ ને પછી હસ્ત મેળાપ થાય
પણ
આપણો ના થયો
મારા પિતૃદોષને લીધે
મારા પિતૃઓ નાત –જાતમાં
બહુ માને, કહે કે
અમે પંજાબથી આવીને
હવે પાછી પંજાબી છોકરીને
ઘરની વહુ તરીકે ના જ સ્વીકારીએ
વાતે વાતે હાજી કહેતી રહે તો
વસ્તાર કેટલો વધી જાય !
અમારે તો ઉહું ઉહું નો રિવાજ ,
એટલે તારા વિરહમાં આજે
કમોસમનો મલ્હાર ગાવા બેઠો છું
.
ભૈરવમાં સોહિણીના સૂર લપેટી રહ્યો છું
જમીન- આકાશ એક કરવા મથી રહ્યો છું
આજે બારી –બારણાં ઉધાડાં
રાખીને
મારા દિલમાં સો સો અરમાન
ભર્યા છે પણ
તું આવીને પહેચાન જરા જેવું
કહું કે પછી આમ ગાઉં
પણ
કાલનો જે સુરજ ઉગવાનો છે
તે
કાળોતરો થઈને
મને અહીં ડસશે, તને ત્યાં ડસશે
પણ
તેનું મારણ મળશે ખરું ?
મરણ તો હવે નિશ્ચિત છે
આપણા પ્રેમનું હવે તો
કારલી બાગના પાછલા ઝાપેથી થઈને
આપણો પ્રેમ પલ્યો
પેલા ઝૂનાં પાંજરાં પાછળ
પણ
વનરાજ જેવી આંખો બતાવતા મારા બાપા,
ચિપાઞ્જ્હી જેવી ચિચિયારી કરતા મારા કાકા,
ગાય જેમ શિંગડે લેતી મારી મમ્મી, ને
બકરી જેમ બકબક કરતી મારી બહેનો
કાલે વરધોડામાં મને
ખેંચી જશે, ને
ખંડેરાવ માર્કેટમાં શાક વેચાતી
બકાલણની જેમ બારી પાસે
ઊભી તું બિચારી
મુકેશે ગાયેલાં ગીત લતાના
અવાજમાં ગાઈને
તારી વેદના વધારતી જશે
વિમલી તારી યાદનો બરો મૂતરશે
શિયાળામાં
ને હું થરથર ધ્રુજીશ બારણે લટકાતા
ટીંકર બેલ જેવો તીણો
અને હું એક વિરહ ગીત લખીશ
તારી યાદનું – વરસોવરસ ...વરસોવરસ ...
No comments:
Post a Comment