લીલી પીળી લાલ પેનમાં કાળી કાળી ગઝલ
એક કુંડલા ગામ અને કલકત્તાવાળી ગઝલ !
અરધું અંગ અને તે ડાબું પત્ની જેવું મળ્યું
જ્યાં લગ કોઇ કોઇ દિન આવે છે સાળી ગઝલ !
કોઇ હાથ હથેળી ઉપર થપ્પડ મારે નહીં
તમને સંભળાઇ તે છે એક હાથની તાળી ગઝલ !
હબસીના નહીં જન્મેલા બાળકનું પહેલું રુદન
હોઇ શકે છે કોઇ દિવસ એક શક્તિશાળી ગઝલ !
વિખેરાઇને શબ્દકોશમા છુપાઇ ગઇ છે ‘કંવલ’
પાને-પાને શોધું છું હું એ નખરાળી ગઝલ !
- ભરત વિંઝુડા
એક કુંડલા ગામ અને કલકત્તાવાળી ગઝલ !
અરધું અંગ અને તે ડાબું પત્ની જેવું મળ્યું
જ્યાં લગ કોઇ કોઇ દિન આવે છે સાળી ગઝલ !
કોઇ હાથ હથેળી ઉપર થપ્પડ મારે નહીં
તમને સંભળાઇ તે છે એક હાથની તાળી ગઝલ !
હબસીના નહીં જન્મેલા બાળકનું પહેલું રુદન
હોઇ શકે છે કોઇ દિવસ એક શક્તિશાળી ગઝલ !
વિખેરાઇને શબ્દકોશમા છુપાઇ ગઇ છે ‘કંવલ’
પાને-પાને શોધું છું હું એ નખરાળી ગઝલ !
- ભરત વિંઝુડા
No comments:
Post a Comment