Pages

Saturday, 5 November 2011

ગઝલ

સ્નેહ ભીની આંખથી છલકાઉં છું,
એમ લીલો છમ્મ થાતો જાઉં છું .

એક આભે ,  એક  ચાંદો  ભીતરે ,
ચોતરફ હું ચાંદનીમાં ન્હાઉં છું .
     
તરવરે એ દ્રશ્ય લોચનમાં હજી ,
કંપતા હોઠો થકી પરખાઉં છું .

રોજ શમણામાં વસંતો હોય છે ,
પાનખર હોવા છતાં હરખાઉં છું .
     
તું હશે "મરમી" ગુલાબી ફૂલ શી,
શ્ર્વાસ લેતા હું સુગંધી થાઉં છું .

No comments:

Post a Comment