શિસ્તના શાસન થકી આ ચાલતું નગર જુઓ,
આભની વીજળી સમુ આ આંજતું નગર જુઓ.પૂર્વની રીતો અને વે‘વારથી જુદું ઘણું,
માનવીને યંત્ર માંહે શારતુ નગર જુઓ.
રાત દી‘ આઠે પ્રહર ડોલરની દોડધામમાં,
આદમીને હર પળે પલ્ટાવતું નગર જુઓ.
દૂરથી સોહામણું ને પાસથી બિહામણું,
દંભને મોહે જીતાઇ હારતું નગર જુઓ !
શાખ મોટી મોભની તીજોરી ખાલી ખાલી આ,
દાણ વીમાને પથારે કાંપતુ નગર જુઓ.
લાકડાના લાડુ જેવી ખેંચતી પછાડતી,
જીંદગીને ભવ્યતાથી માપતું નગર જુઓ.
No comments:
Post a Comment